Home » photogallery » gujarat » Ahmedabad Suicide: મોબાઇલમાં વ્યસ્ત રહેતી પત્નીને પતિએ આપ્યો ઠપકો, તો પી લીધી ઝેરી દવા

Ahmedabad Suicide: મોબાઇલમાં વ્યસ્ત રહેતી પત્નીને પતિએ આપ્યો ઠપકો, તો પી લીધી ઝેરી દવા

Ahmedabad News: શહેરના સોલા વિસ્તારમાં હાલમાં જ આત્મહત્યાનો એક કિસ્સો મળ્યો છે. પત્ની વારંવાર મોબાઈલમાં (Ahmedabad Crime News)વ્યસ્ત રહેતા પતિ એ ઠપકો આપ્યો હતો. આ બાબતથી પત્નીને (Wife Commits Suicide)લાગી આવતા તેણે વંદા મારવાની દવા ગટગટાવી લીધી છે.

विज्ञापन

  • 14

    Ahmedabad Suicide: મોબાઇલમાં વ્યસ્ત રહેતી પત્નીને પતિએ આપ્યો ઠપકો, તો પી લીધી ઝેરી દવા

    રુત્વિજ સોની, અમદાવાદ - શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાનાં (Suicide Case in Ahmedabad) બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો નજીવી બાબતમાં આત્મહત્યા કરીને જિંદગીનો અંત લાવી દે છે. આવો જ એક બનાવ શહેરના સોલા વિસ્તારમાં (Ahmedabad News) જોવા મળ્યો છે. પત્ની વારંવાર મોબાઈલમાં વ્યસ્ત રહેતા પતિ એ ઠપકો આપ્યો હતો. આ બાબતથી પત્નીને (Wife Commits Suicide)લાગી આવતા તેણે વંદા મારવાની દવા ગટગટાવી લીધી છે.

    MORE
    GALLERIES

  • 24

    Ahmedabad Suicide: મોબાઇલમાં વ્યસ્ત રહેતી પત્નીને પતિએ આપ્યો ઠપકો, તો પી લીધી ઝેરી દવા

    સોલા વિસ્તારમાં રહેતા કાળાભાઈ રાઠોડ બાર તેર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. તેમની પત્ની અને બાળકો સાથે થલતેજમાં આવેલ મદાર બંગ્લોમાં રહે છે અને સફાઈકામ કરે છે. ગઇકાલે બપોરે ઘરે હાજર હતા ત્યારે તેમની પુત્ર તેમની પાસે આવ્યો હતો. અને મકાનના નીચેના રૂમમાં લઇ ગયો હતો. જ્યાં જોયું તો તેમની પત્ની ઉલ્ટી કરી રહી હતી.

    MORE
    GALLERIES

  • 34

    Ahmedabad Suicide: મોબાઇલમાં વ્યસ્ત રહેતી પત્નીને પતિએ આપ્યો ઠપકો, તો પી લીધી ઝેરી દવા

    ઉલ્ટી થવા પાછળનું કારણ પૂછતાં તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ તેની પાસેથી વંદા મારવાની દવાની બોટલ મળી આવી હતી. જેથી તેઓ ખાનગી વાહનમાં તેમની પત્નીને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 44

    Ahmedabad Suicide: મોબાઇલમાં વ્યસ્ત રહેતી પત્નીને પતિએ આપ્યો ઠપકો, તો પી લીધી ઝેરી દવા

    જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કાળાભાઈ ગઇકાલે પરિવાર સાથે જમવા બેઠા હતા ત્યારે તેમની પત્ની મોબાઈલ ફોનમાં વાત કરવામાં વ્યસ્ત હતી. અગાઉ પણ તે મોબાઈલમાં વ્યસ્ત રહેતી ઘણીવાર ટકોર કરી હતી. પરંતુ આજે ફરી જમવાના સમયે મોબાઈલ માં વ્યસ્ત રહેતા કાળાભાઈ એ તેમની પત્નીને ઠપકો આપ્યો હતો. જે વાતનું મહિલાને લાગી આવતા તેણે વંદા મારવાની દવા પી લીધી હતી.

    MORE
    GALLERIES