અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડ થયો હોવાની આશંકા દર્શાવાઇ રહી છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા બીબી તળાવ પાસેથી કાલે રાતે શંકાસ્પદ રીતે બે યુવાનો મૃત હાલતમાં મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બન્ને મૃત યુવાનો દારૂ પીધેલી હાલતમાં હતાં. મૃતકનું નામ ફિરોઝ મહોમદ હુસેન (વય- 28 વર્ષ) અને બીજા યુવકનું નામ ઈંઝામુલ ઉર્ફે રાજા ઉંમર (વય- 21 વર્ષ) છે.
તેમના મોત અંગે અનેક તકવિતર્કો સર્જાયા છે. હાલમાં એલ જી હોસ્પિટલ ખાતે તેમના મૃતદેહઓ લવાતા મોટી સંખ્યામાં તેમના પરિજનો દોડી આવ્યા હતા. આ યુવાનોની હત્યાનો મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. ક્રાઇમ ડીસીપી ઝાલા અને ઝોન-6 દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફિરોજ અને રાજનું કેમિકલ દવા પીવાથી થયા મોત થયા હતા તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે.