

રાજેશ જોશી, પંચમહાલ : પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પાસે એક કરૂણાંતિક ઘટી છે. અહીંયા ગઈકાલે રાત્રે એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જોકે, ઘટનામાં એક કારે 6 વ્યક્તિને અડફેટે લીધા હતા પરંતુ તે પૈકી એકનું મોત થઈ જતા માતમ છવાઈ ગયો છે. એક બેજવાબદાર કાર ચાલકાના કારણે એક કિશોરનું કરૂણ મોત થયું છે.


બનાવની વિગતો એવી છે કે મોરવા હડફની પાસે અગરવાડા ગામ આવેલું છે. અહીંયા ગઈકાલે મોડી રાતે એક હીટ એન્ડ રનની ઘટના થઈ હતી. આ હીટ એન્ડ રનમાં લગ્ન પ્રસંગ સમાપ્ત કરી રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીઓને એક કાર ચાલકે અડફેટે લીધા હતા. જે પૈકીના બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.


જોકે, પુરપાટે આવી રહેલી કારની ટક્કરે છ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી જે પૈકીના બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત પૈકીની એક કિશોરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.