વીભુ પટેલ, અમદાવાદ : વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી તારીખ 20થી 21 જુલાઇ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે. (19મી જુલાઈની સેટેલાઇટ તસવીર)
ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, એપર એર સાઇક્લોનિક અસરને પગલે દક્ષિણ ગુજરાત અને ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નર્મદા, દમણ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની બહુ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.