વડોદરામાં ભારે વરસાદના પગલે શહેર હાઇ અલર્ટ પર છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા અનારાધાર વરસાદના પગલે 18 ઇંચ વરસાદ વરસ્યો છે. વડોદરામાં છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. આખી સિઝનનો વરસાદ એક જ દિવસમાં પડ્યો છે. વરસાદના કારણે 6નાં મોત થયા છે, જ્યારે 350 લોકોનું સ્થળાંતર થયું છે.