આજે હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો 11મો દિવસ છે ત્યારે બે દિવસ બાદ તેણે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. બે દિવસમાં તેનાં વજનમાં ધરખમ ફેરફાર થઇ ગયો છે.
2/ 10
આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલ તરફથી ડો. મનિષા પંચાલ અને તેમની ટીમ હાર્દિક પેટલનું ચેકપઅ કરવા પહોંચી હતી. જ્યાં ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ આપી હતી.
3/ 10
શું છે હાર્દિક પટેલનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ?- પલ્સ 88 બ્લ્ડ પ્રેશર 100/80 અને SPO2 નોર્મલ છે, હાલમાં તેમનું વજન 58.3 KG થઇ ગયુ છે જે પહેલાં કરતાં 20 કિલો ઘટ્યુ છે. 11 દિવસ પહેલાં હાર્દિક પટેલનું વજન 78 કિલો હતું જે હવે ઘટીને 58.3 કિલો થઇ ગયુ છે.
4/ 10
શરીરમાં આટલા મોટા ફેરફાર થવાથી તેમનાં ઓર્ગન્સ પર અશર પડે છે. હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ. કારણ કે જ્યારે પણ જમવાનું છોડી દેવામાં આવે તો સૌથી પહેલાં શરીરમાં સ્ટોર થયેલો ગ્લુકોઝ વપરાય છે, તે બાદ ફેટ વપરાય છે બાદમાં પ્રોટીન.
5/ 10
ડોક્ટરનાં જણાવ્યાં પ્રમાણે, હવે જે પ્રમાણે હાર્દિકનું વજન ઘટી રહ્યું છે તે જોતા તેણે તુરંત જ હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ.
6/ 10
ICU ઓન વ્હિલ અને ચાર ડોક્ટરની ટીમ છે તૈનાત- હોસ્પિટલ તરફથી હાર્દિક પટેલની ઉપવાસ છાવણી પાસે ICU અને ચાર ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે.
7/ 10
ICU ઓન વ્હિલ અને ચાર ડોક્ટરની ટીમ છે તૈનાત- હોસ્પિટલ તરફથી હાર્દિક પટેલની ઉપવાસ છાવણી પાસે ICU અને ચાર ડોક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે.
8/ 10
હવે હાર્દિક પેટલનાં નિવાસ બહાર 24 કલાક ICU ઓન વ્હિલ તૈનાત કરવામાં આવશે.
9/ 10
ડોક્ટરની સલાહ- હાર્દિકને જો ચક્કર આવે, શ્વાસ લેવામાં તક્લીફ પડે કે યુરિન ન થાય તેવી કોઇપણ પ્રકારની સમસ્યા સર્જાય તો તેમણે તાત્કાલીક ડોક્ટર્સનો સંપર્ક કરવો જોઇએ અને એડમિટ થઇ જવું જોઇએ.
10/ 10
આજે હાર્દિક પટેલે ચેકઅપ માટે એપણ સેમ્પલ આપવાનો ઇન્કાર કર્યો હતો. તેનાં શરીરમાં અશક્તિ દેખાઇ આવે છે. તેમને ઉભા થવામાં પણ તક્લીફ પડી રહી છે.