ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે સહિતની માગણીઓ સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલ ગત 25 ઓગસ્ટથી ગ્રીનવુડ રેસ્ટોરન્ટ ખાતે આવેલા પોાતના નિવાસ સ્થાને ઉપવાસ ઉપર હતો. આજે શુક્રવારે હાર્દિક પટેલના ઉપવાસનો 14મો દિવસ છે. જોકે, હાર્દિક પટેલની તબિયત વધારે બગડતા હાર્દિક પટેલને એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.