Home » photogallery » gujarat » MADHYA GUJARAT GUJARATI NEWS GUJARAT PM NARENDRA MODI

મહાનાયક આવ્યા માદરે વતન, સૌને સ્વાગતનો ઉમળકો, જુઓ તસ્વીરો

જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી છેવટે આવી પહોંચી, મહાનાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન આવી પહોંચતાં ખુશીની છોળો ઉડી હતી. જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ રાતે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં એમના સ્વાગત માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, લોકો જોડાયા હતા. સ્વાગતનો ઉમળકો જોઇ મોદી પણ જાણે અંદરથી ભાવુક થયા હતા અને પોતાના ટૂંકા પ્રવચનમાં સૌનો આભાર માન્યો હતો અને જુના સાથીઓને ફરી મળવાનો મોકો મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી.