ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં 6.8 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડું શહેર બન્યું હતું જ્યારે 7 ડિગ્રી સાથે નલિયા પણ ઠંડુંગાર રહ્યું છે. તો માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન સાથે ઠંડીએ પોતાની પકડ બનાવી રાખી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનું જોર ઘટ્યું હતું, જેને લીધે અમદાવાદનું તાપમાન 9.6 નોંધાયું હતું. આગામી બેથી ત્રણ દિવસ ક્રમશ: તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.
ગાત્રો થિજનથી ઠંડીના લીધે વહેલી સવારે અને મોડી સાંજે રસ્તાઓ પર સન્નાટો છવાઈ જાય છે. હાલમાં વેસ્ટર્ન ડીસ્ટબન્સ હોવાને કારણે આજે લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાશે જેના કારણે ઠંડીમાં નજીવો ઘટાડો થશે જ્યારે 1લી ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડીસ્ટબન્સ હટી જશે જેના કારણે ફરીથી ઠંડી વધવાની હવામાન વિભાગનાં સુત્રો જણાવી રહ્યાં છે.