વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી છે.અને અરબી સમુદ્રમાંથી ભેજ આવતા છેલ્લા બે દિવસથી વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે.અને તાપમાન 41 ડીગ્રી થી ઘટીને 39 ડીગ્રીએ પહોંચ્યું છે.વાદળ છાયા વાતાવરણના કારણે ગરમીમાંથી રાહત મળી છે.પરંતુ ઉનાળામાં વરસાદી મહોલના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.પરંતુ વાદળ છાયું વાતાવરણ 24 કલાક રહેશે.અને 24 કલાક બાદ પવનની દિશા બદલાશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.