Home » photogallery » gujarat » ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડાની આગાહી

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડાની આગાહી

Winter in Gujarat: ગત રાત્રિએ અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

विज्ञापन

  • 14

    ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડાની આગાહી

    અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે. સોમવારે રાજ્યમાં મોટાભાગના શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન (winter in Gujarat) નોંધાયું છે. અમદાવાદમાં (Ahmedabad Temperature) સતત બીજા દિવસે 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ હતુ. આ સાથે જેમાં ગાંધીનગર, કેશોદમાં 14 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની (Gujarat weather forecast) આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 24

    ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડાની આગાહી

    ગત રાત્રિએ અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં આગામી 3 દિવસ 16થી 18 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેશે. નોંધનીય છે કે, અમદાવાદમાં ગત વર્ષે 24 નવેમ્બરના રોજ 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન હતું.

    MORE
    GALLERIES

  • 34

    ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડાની આગાહી

    રાજ્યમાંથી અન્યત્ર શહેરોમાં ઠંડીની વાત કરીએ તો, અમરેલી-જુનાગઢમાં 14.8, નલિયામાં 15.6, વડોદરામાં 16, રાજકોટમાં 17.3, ભાવનગરમાં 17.5, ડીસામાં 17.6, ભૂજમાં 20.6, સુરતમાં 19.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 3થી 4 દિવસ લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.

    MORE
    GALLERIES

  • 44

    ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, આગામી 3 દિવસ ઠંડીમાં ઘટાડાની આગાહી

    અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રી જેટલો ગગડયો છે. શહેરમાં ગત 27મી ઓક્ટોબરના રોજ લઘુત્તમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયુ હતુ જે સોમવારે ઘટીને 14.6 ડિગ્રી થયુ હતુ. આમ રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાનની સરખાણીએ 50 ટકા કરતાં પણ ઓછું થઈ ગયું છે. જેથી અચાનક રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે પરંતુ હવે થોડા દિવસ ઠંડીનો ચમકારો વધશે નહીં.

    MORE
    GALLERIES