Home » photogallery » gujarat » CNG Price In Ahmedabad: CNG ગેસના ભાવ વધારા સામે રોષ! દિવાળી પછી 15-16 નવેમ્બરે કરશે રાજ્યવ્યાપી હડતાળ

CNG Price In Ahmedabad: CNG ગેસના ભાવ વધારા સામે રોષ! દિવાળી પછી 15-16 નવેમ્બરે કરશે રાજ્યવ્યાપી હડતાળ

Gujarat news: 15-16 નવેમ્બર હડતાળ બાદ પણ સરકાર જવાબ નહિ આપે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે.

विज्ञापन

  • 14

    CNG Price In Ahmedabad: CNG ગેસના ભાવ વધારા સામે રોષ! દિવાળી પછી 15-16 નવેમ્બરે કરશે રાજ્યવ્યાપી હડતાળ

    વિભુ પટેલ, અમદાવાદ : સીએનજી ગેસ ભાવ (CNG Gas price hike) સતત વધી રહ્યા છે. જેના કારણે રીક્ષા ચાલકોમાં (rickshaw driver) રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ખેતભવન ખાતે સીએનજી ગેસ ભાવ વધારા વિરોધી સમિતિ દ્વારા ગુજરાતભરના રીક્ષા એસોસિએશનના (Rickshaw Association આગેવાનો બેઠક મળી હતી.જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, દિવાળી બાદ રાજ્યભરમાં રીક્ષા ચાલકો હડતાળ (rickshaw strike) કરશે. આગામી 15 અને 16 નવેમ્બરના 36 કલાકની હડતાળ પર જશે અને 15-16 નવેમ્બરની હડતાળ બાદ સરકાર જવાબ નહિ આપે તો 21 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ કરવા ચીમકી ઉચારી છે.

    MORE
    GALLERIES

  • 24

    CNG Price In Ahmedabad: CNG ગેસના ભાવ વધારા સામે રોષ! દિવાળી પછી 15-16 નવેમ્બરે કરશે રાજ્યવ્યાપી હડતાળ

    રીક્ષા ચાલકો દ્વારા રજુઆત પણ કરવામાં આવી હતી કે, સીએનજી ગેસના ભાવ પાછા ખેંચવામાં આવે.અથવા તો રીક્ષાના  મિનિમમ ભાડુ 15 રૂપિયા છે જે વધારીને 30 કરવામાં આવે અને પર કિલોમીટર 10 રૂપિયા છે તેને વધારીને 15 કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આરટીઓ કચેરીએ બેઠક કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જેના કારણે રીક્ષા ચાલક યુનિયનો દ્વારા દિવાળી બાદ રાજ્યવ્યાપી હડતાળ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 34

    CNG Price In Ahmedabad: CNG ગેસના ભાવ વધારા સામે રોષ! દિવાળી પછી 15-16 નવેમ્બરે કરશે રાજ્યવ્યાપી હડતાળ

    રાજ્યવ્યાપી હડતાળ સફળ કરવા માટે આજે અમદાવાદ ખેતભવન ખાતે ગુજરાત રીક્ષા ચાલક એસોસિએશનની બેઠક મળી છે.આ બેઠકમાં હડતાળને લઈ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં  સીએનજી ગેસનો વારંવાર ભાવ વધારો.છેલ્લા ચાર વર્ષથી રીક્ષા ચાલકોને રીક્ષા ભાડા વધારા બાબતે અન્યાય.કોરોનાની મહામારીમાં સરકાર તરફથી કોઈ પ્રકારની સહાય મળી નથી. રીક્ષા ચાલકોના બાળકોની સ્કૂલની ફી માફ કરવામાં આવે.રીક્ષા ચાલકો ઉપર મોટા ગુના લગાવવામાં આવતી મોટી કલમ લગાવવામાં ન આવે સહિતના મુદ્દા સાથે હડતાળ પર ઉતરશે

    MORE
    GALLERIES

  • 44

    CNG Price In Ahmedabad: CNG ગેસના ભાવ વધારા સામે રોષ! દિવાળી પછી 15-16 નવેમ્બરે કરશે રાજ્યવ્યાપી હડતાળ

    પ્રતીકાત્મકજોકે મુખ્ય કન્વીનર અશોક પંજાબીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રીક્ષા ચાલકોના મુદ્દે સરકારમાં અનેક  રજુઆત કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી જવાબ ન મળતા ના છૂટકે હડતાળ પર જવાનું નક્કી કર્યું છે.15-16 નવેમ્બરના 36 કલાકની હડતાળ પર રીક્ષા ચાલકો જશે.અને આ હડતાળ રાજ્ય વ્યાપી હશે. તસવીર

    MORE
    GALLERIES