રાજ્યના પોલીસ વડાની એકાએક બદલીથી વિવાદ, કેમ થઇ બદલી?
કેન્દ્ર દ્વારા પીસી ઠાકુરની બદલી કરવામાં આવતાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે, રાજ્ય સરકાર દ્વારા પણ પી સી ઠાકુરનું નામ ડેપ્યુટેશન માટે મોકલાયું નથી.
રાજ્યના પોલીસ વડા પી સી ઠાકુરની આજે રજાના દિવસે એકાએક બદલી કરાઇ હોવાનું સામે આવતાં અનકે તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે. આખરે એવું તે શું થયું કે બદલી કરવામાં આવી?
2/ 8
સામાન્ય રીતે રાજ્યમાં ફરજ બજાવતા આઇપીએસને અન્ય સ્થળે ડપ્યુટેશન પર જવા માટે રજુઆત કરવી પડે છે. પરંતુ એવું કંઇ થયું ન હોવાનું તેમજ એમનું એમપેનલમેન્ટ પણ થયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ છતાં એમની દિલ્હી એકાએક બદલી કરાતાં વિવાદ ઉઠવા પામ્યો છે.
3/ 8
પીસી ઠાકુરની એકાએક દિલ્હી ખાતે સિવિલ ડિફેન્સના ડીજીપી તરીકે બદલી થતાં કાવાદાવાની પણ રાવ ઉઠવા પામી છે. શું કોઇ ગુજરાતના ડીજીપી બનવા માટે તલપાપડ હતું કે જેને લીધે ઠાકુરનો ભોગ લેવાયો? આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે.
4/ 8
બીજુ એ પણ સામે આવી રહ્યું છે કે કોઇના દ્વારા કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી હતી કે જેને લીધે બદલી કરવામાં આવી છે.
5/ 8
પીસી ઠાકુરે અત્યાર સુધી ડેપ્યુટેશન પર એક પણ સ્થળે ફરજ બજાવી ન હોવાનું પણ સામે આવી રહ્યું છે.
6/ 8
પી સી ઠાકુરની બદલી કેમ થઇ? અને એ પણ રજાના દિવસે? આ મુદ્દો સૌ કોઇમાં ચર્ચાસ્પદ બન્યો છે.
7/ 8
ઠાકુર બાદ ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે? એ મુદ્દે સૌની નજર મંડાઇ છે.
8/ 8
કેન્દ્ર દ્વારા પીસી ઠાકુરની બદલી કરવામાં આવતાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે, રાજ્ય સરકાર દ્વારા પણ પી સી ઠાકુરનું નામ ડેપ્યુટેશન માટે મોકલાયું નથી.