Home » photogallery » gujarat » KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, જાણી લો કઇ તારીખે

KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, જાણી લો કઇ તારીખે

Nadiad woman in KBC: ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. જે બાદ તેઓ હોટ શીટ સુધી પહોંચી ચૂક્યા છે.

विज्ञापन

  • 15

    KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, જાણી લો કઇ તારીખે

    જનક જાીગીરગાર,ખેડા: નડિયાદની (Nadiad woman in KBC) મહિલા નમ્રતાબેન અજયભાઈ શાહ કૌન બનેગા કરોડપતિમાં (Kaun Banega Crorepati 2021) હોટ સીટ પર જોવા મળશે. નડિયાદની મહિલા અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) સામે તેમના સવાલોના જવાબ આપતી જોવા મળશે. ભારે મહેનત બાદ આ મહિલાએ હોટ શીટ પર પહોંચતા નડિયાદ સહિત સમગ્ર રાજ્યની છાતી ગર્વથી ગદગદફૂલી છે. ટીવીના નાનકડા પડદા પર આવેલ નડિયાદની મહિલાએ આ શોમાં કેટલી રકમ જીતી છે તે હાલ જાહેર કરાયું નથી.

    MORE
    GALLERIES

  • 25

    KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, જાણી લો કઇ તારીખે

    ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતા 59 વર્ષિય નમ્રતાબેન અજયભાઈ શાહ કથ્થક નૃત્યના ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષથી સંકળાયેલા છે. તપસા એકેડમી ઓફ ડાન્સ દ્વારા આણંદ, વિદ્યાનગર, નડિયાદમાં તેઓ તાલીમ આપી રહ્યા છે. તેમનો અભ્યાસ બી. એસ. સી. ફીઝીક્સ સુધીનો છે. નમ્રતાબેનને સંતાનમાં એક દીકરો છે જે તબીબ ક્ષેત્રમાં જોડાયેલા છે. તાજેતરમાં નમ્રતાબેને કૌન બનેગા કરોડપતિ સિઝન 13માં ભાગ લીધો છે. ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. જે બાદ તેઓ હોટ શીટ સુધી પહોંચી ચૂક્યા છે. હોટશીટ સુધી પહોંચવા માટે નમ્રતાબેને KBCના 4 જેટલા રાઉન્ડ પાર કર્યા છે.

    MORE
    GALLERIES

  • 35

    KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, જાણી લો કઇ તારીખે

    નમ્રતાબેને આ અંગે વાત કરતા જણાવ્યુ કે, આ પહેલા તેમણે કોઈ વખત કેબીસીમાં ટ્રાય નહી કર્યો. સૌપ્રથમ વખત જ લક અને મહેનતથી આગળ આવ્યા છે. આ સાથે તેમણે ઝણાવ્યું કે, મારી હાલ ઉંમર 59માં રનીંગ અને આવતા મહિને 60માં હું પ્રવેશીસ. આ વચ્ચે અહીંયા પહોંચવું ઘણું મુશ્કેલ હતું. તેમાં પણ ખાસ જે ચાર તબક્કા ક્લીયર કરવાના હોય તેમાં મારાથી નાના એટલે કે યુવાન લોકો મારી સાથે કન્ટેસટન્ટ હતા. તે લોકોને થાપ આપવી મારા માટે મોટો પડકાર હતો. તેમ છતાં સંતરામ મહારાજના આર્શીવાદથી મારી મહેનત રંગ લાવી છે.

    MORE
    GALLERIES

  • 45

    KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, જાણી લો કઇ તારીખે

    આ સાથે તેમણે જણાવ્યુ કે, આ પહેલા વર્ષ 2000ની સાલમાં નમ્રતાબેનના નાના ભાઈ કૃશાંગ શાહ જ્યારે બેંગ્લોરમાં હતા ત્યારે કૃશાંગની KBCમાં પસંદગી થઈ હતી. આ સમયે નમ્રતાબેન કમ્પેનીયન તરીકે તેમની સાથે ગયા હતા. આ દરમિયાન કૃશાંગે 3 લાખ 20 હજારની રકમ જીતી હતી.

    MORE
    GALLERIES

  • 55

    KBCમાં અમિતાભ બચ્ચની સાથે હોટ સીટ પર જોવા મળશે ગુજરાતની મહિલા, જાણી લો કઇ તારીખે

    નમ્રતાબેને જણાવ્યું હતું કે, આ એપિસોડ આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9થી 10:30 સુધી સોની ચેનલ પર આવવાનો છે. જેથી જોવાનું ચૂકશો નહી.

    MORE
    GALLERIES