અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) હાલ વાદળિયું વાતાવરણ છે અને મોટાભાગના વિસ્તારોમા મેઘરાજા મહેરબાન (Rain in Gujarat) છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, અરબ સાગરના ઉત્તરમાં સર્જાયેલા લો પ્રેશરના પરિણામે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની રહ્યો છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી (Gujarat weather forecast) કરી છે. ગુજરાતમાં 29 અને 30 તારીખે ભારેથી અતિભારે વરસાદની (heavy rainfall forecast in Gujarat) આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ રાજ્યમાં અત્યારે 81 ટકા જેટલો વરસાદ (Gujarat rains) વરસ્યો છે અને હજી 19 ટકા વરસાદની ઘટ છે. આજે પણ રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
28 અને 29 સપ્ટેમ્બરે રાજ્યમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ તેમજ સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
<br />નોંધનીય છે કે, દરિયામાં સર્જાયેલા ડિપ્રેશને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ ગુલાબ નામનું વાવાઝોડું આગામી દિવસોમાં ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોના કાંઠે ટકરાય તેવી શક્યતા છે. ઓડિશાના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે 26થી 29મી દરમિયાન ગુલાબ નામના વાવાઝોડાંની આગાહી કરી છે. ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં આ વાવાઝોડું ત્રાટકશે. ઓડિશા સૌથી વધુ પ્રભાવિત થાય તેવી શક્યતાના પગલે સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે.