વિપક્ષનાં કેટલાક કાઉન્સેલરે મેયરનાં દરવાજા પર લખાણ લખ્યું હતું કે 'મેયર ચોર છે, મેયર ભાગેડુ છે અને મેયર ભ્રષ્ટાચારી છે.' તેમણે આરોપ પણ લગાવ્યાં હતાં કે, 'મેયરશ્રી જ્યારથી આવ્યાં છે ત્યારથી અમને બોલવા દેવામાં આવતા નથી. આ લોકશાહીનું ખુન છે. અમારા સભ્યો દરેક વાતની ઝીણવટપૂર્વક તપાસ કરીને અભ્યાસ કરીને આવતા હોય છે પરંતુ તેમને બોલવા માટે સમય જ નથી આપવામાં આવતો. આ તો એકદમ તેમની જોહુકમી છે.'
અન્ય એક વિપક્ષે કહ્યું કે, ગયા વર્ષે 8 હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ આપણે જોઇએ તો શહેરની સમસ્યાઓ ત્યાંની ત્યા જ છે. ટ્રાફિકનો પ્રશ્ન, પોલ્યુશનનો પ્રશ્ન, રોડમાં ભ્રષ્ટાચારનો પ્રશ્ન, વીએસ હોય કે નગરીની વાત હોય આ બધામાં ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારમાં નામ ઉજાગર ન થાય એટલે તેઓ દર મહિને મળવી જોઇએ તે મિટિંગ પણ નથી કરતા. અને વર્ષે મળનારા બજેટ સત્રમાં પણ બોલવા દેવામાં નથી આવતાં.