ઋત્વિજ સોની, અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં યુવતીની માતાએ પોલીસ ફરિયાદ આપી છે કે તેમની પુત્રીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળ પર જઇને તપાસ કરતાં રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ આવી હતી.(પ્રતિકાત્મક તસવીર)
સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, 'સોરી મમ્મી, હું કંટાળી ગઇ છું. થાકી ગઇ છું. રોજ રોજના ઝઘડાથી. રોજ મારાથી એ ઝઘડો કરે છે. અને મને ધમકી આપે છે કે તું મારી જોડે શારીરિક સંબંધ બાંધ નહીં તો સગાઇ તોડી દે. મારથી હવે સહન થતું નથી. મેં એને કીધું કે હું મારી મમ્મી-પપ્પાનો વિશ્વાસ નથી તોડી શકતી. પણ એ સમજવા માંગતો નથી. મને રોજ એવું જ કહે છે કે તે રાહુલ જોડે સંબંધ બાંધ્યો છે એટલે તું મને ના પાડે છે. હું એને કહી કહીને થાકી ગઇ છું. તેણે મને અંદરથી તોડી દીધી છે. મમ્મી હું તમારો વિશ્વાસ તોડી નથી શકતી. તમે મને જન્મ આપ્યો છે. મને માફ કરજે...'(પ્રતિકાત્મક તસવીર)
પોલીસે યુવતીના પરિવારજનોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવતીની સગાઇ નવા વાડજમાં રહેતા પરેશ સાથે થઈ હતી. જે બાદમાં આઠમી સપ્ટેમ્બરના રોજ બંને ફરવા માટે ગયા હતાં. ફરીને પરત આવ્યા બાદ યુવતી સતત ઉદાસ રહેતી હતી. આ અંગે તેની માતાએ તેને પૂછતા યુવતીએ તબિયત સારી ન હોવાની કહીને વાત ટાળી દીધી હતી.(પ્રતિકાત્મક તસવીર)
પરિવારના કહેવા પ્રમાણે તેમની દીકરીની ચાર વર્ષ પહેલા તેમની દીકરીની સગાઈ રાણીપ ખાતે રહેતા રાહુલ નામના યુવાન સાથે થઈ હતી. જોકે, વડીલોને મનમેળ ન આવતા બે વર્ષ બાદ સગાઇ તોડી નાંખી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે હાલમાં આરોપી વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. (પ્રતિકાત્મક તસવીર)