જનક જાગીરદાર: ક્રુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીએ (Gangster Ravi Pujari) 2017ના જાન્યુઆરી માસમાં બોરસદ પાલિકાના હાલના કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલને (Pragnesh Patel) ધમકી અને પ્રજ્ઞેશ પટેલ પર 3 રાઉન્ડ ખાનગી ફાયરિગ (Borsad firing case) કરાવ્યું હતું. જેમાં પ્રજ્ઞેશ પટેલ ગંભીર રીતે ઘવાયા હતા. જે કેસમાં રવિ પૂજારીએ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે ગત રાત્રીના બોરસદ કોર્ટમાં (Borsad court) રજુ કરાયો હતો. બોરસદ કોર્ટના ઇતિહાસમાં પહેલી વાર આ રીતે રાત્રીના લગભગ 9 વાગે રવિ પૂજારીને હાજર કરવા માટે કોર્ટ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત રવિ પૂજારીએ, કોંગી અગ્રણી અમિત ચાવડા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ. ડી. આર. એસ. સોઢીને પણ ટેલિફોનિક ધમકી આપી હતી.
નોંધનીય છે કે, વર્ષ 2017મા ચંદ્રેશ પટેલ નામના શખ્સે બોરસદમા કોર્પોરેશનની ચુંટણી હારી જતા સોપારી આપી હતી. જે ગુનામા અગાઉ રવિ પૂજારીના શાર્પસૂટર સુરેશ પિલ્લાઈ તેના સાગરીત શબ્બીર મોમિન અને ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામની ધરપકડ કરી હતી. આ ગુનામા ઘનશ્યામના સાઢુભાઈ શ્યામગીરી પણ સામેલ હતો. વર્ષ 2017મા ચંદ્રેશ પટેલ નામના શખ્સે બોરસદમા કોર્પોરેશનની ચુંટણી હારી જતા સોપારી આપી હતી.