સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ ચોરી થાય ત્યારે પોલીસ ડોગની મદદ લેતી હોય છે પરંતુ અમદાવાદમાં એક ડોગની ચોરીનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ વ્રજ ભુમિ સોસાયટીમાં વિદેશી બ્રીડના ડોગની ચોરી થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. નોંધનીય છે કે ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે જેમાં બે શખ્સો ડોગ લઈ ફરાર થઈ રહ્યા છે. (નવીન ઝા, અમદાવાદ)