Home » photogallery » gujarat » ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

India's first industrial park : દેશનો પ્રથમ આત્મનિર્ભર ઇન્સ્ટ્રીયલ પાર્ક ગુજરાતમાં બનશે.જેના કારણે યુવાનો ને રોજગારી ની તક ઉભી થશે

  • 18

    ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

    વિભુ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં દેશનું પ્રથમ વાઇબ્રન્ટ (Gujarat first industrial park) ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (Vibrant Industrial park) બનશે. ગુજરાતના (Gujarat) ઉદ્યોગકારો અને સરકાર વચ્ચે 4500 કરોડના MOU થયા છે. ગુજરાતમાં વર્ષ 2030 સુધીમાં ગુજરાતમાં 25 હજાર હેક્ટરમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (Smart Industrial park) બનશે.

    MORE
    GALLERIES

  • 28

    ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

    જેમાં કેમિકલ ફર્નિચર,ટાઇલ્સ એન્જનિયરિંગ , ફાર્મા, પેપરમિલ, ટેકસટાઇલ જેવા  વિવિધ સેક્ટરોના પાર્ક બનશે. વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડના ડિરેક્ટર દ્વારા કેમિકલ પાર્ક ખંભાત તાલુકાના ગોલાણા ગામ પાસે શરૂ કરવામાં આવશે આ પાર્કમાં એક હજાર એકરમાં અંદાજે 600 જેટલા વિવિધ ઉદ્યોગોને વિકાસની તક મળશે.

    MORE
    GALLERIES

  • 38

    ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

    આત્મનિર્ભર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અતિઆધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જ હશે. જેમાં અતિઆધુનિક સીઇટીપી, સ્પ્રે ડ્રાયર,સોલવન્ટ રિકવરી, સોલિડ વેસ્ટ સાઇટ, કો પ્રોસેસ સેન્ટર, દરિયાના પાણીને શુધ્ધ કરવાનો પ્લાન્ટ, સોલર એનર્જી કોમન બોઇલર, સહિતની તમામ સુવિધા હશે. આ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે ગુજરાતના જુદા જુદા પ્રકારના ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી આગળ આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 48

    ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

    વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઉદ્યોગકારો એફલ્યુઅન્ટ લઈને આધુનિક સીઈટીપી દ્વારા ટ્રીટ કરી મોટા ભાગનું પાણી રિસાયકલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના કારણે ઝીરો લિકવિડ ડિસ્ચાર્જ સિસ્ટમ ઉભી કરાશે.તેમજ ઉદ્યોગો માટે દરિયામાંથી અથવા નદીમાંથી પાણી લઈ ડિસેલીનેશન કરી વાપરવામાં આવશે.અને ઇલેક્ટ્રિસિટી સોલાર પાર્કથી ઉત્પાદન કરવાનું પણ આયોજન છે.

    MORE
    GALLERIES

  • 58

    ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

    જેના કારણે વાઇબ્રન્ટ ઇન્સ્ટ્રીયલ પાર્ક સ્માર્ટ ઇકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ બની રહેશે.અને દેશનો પ્રથમ આત્મનિર્ભર ઇન્સ્ટ્રીયલ પાર્ક ગુજરાતમાં બનશે.જેના કારણે યુવાનો ને રોજગારી ની તક ઉભી થશે

    MORE
    GALLERIES

  • 68

    ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

    વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લીમિટેડના ચેરમેન શૈલેષ પટવારીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, આ પાર્ક ખરા અર્થમાં દેશનું પ્રથમ આત્મનિર્ભર પાર્ક બની રહેશે.

    MORE
    GALLERIES

  • 78

    ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

    તો એમ.ડી. અજીતભાઈ શાહે જણાવ્યું છે કે,  ગુજરાતના ઉદ્યોગકારો સાહસિક છે. ઉદ્યોગકારોએ વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાનું નક્કી કર્યું  છે અને પ્રથમ સ્માર્ટ ઇકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે.

    MORE
    GALLERIES

  • 88

    ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ આત્મનિર્ભર vibrant industrial park, 600 વિવિધ ઉદ્યોગોને મળશે તક

    વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડના ડાયરેક્ટર પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું છે કે, દીર્ઘદ્રષ્ટિથી મૂકેલું આ પાર્ક છે અને 25 હજાર હેકટરમાં બનનાર પાર્ક એક રોલ મોડલ પાર્ક બનશે. ડાયરેક્ટર પ્રિયા પટેલ જણાવ્યું છે કે, આ પાર્ક બનવાના કારણે લોકોને રોજગારી મળશે

    MORE
    GALLERIES