Cid ક્રાઇમે (cid crime) નકલી રીતે વિઝા (visa)આપવાનું કૌભાંડના મુખ્ય એજેન્ટને મુંબઈમાંથી (Mumbai) ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ભારતીય પાસપોર્ટ (Indian Passport) 102, રોકડ 20660, 10 બેન્કોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 10 નકલી આધાર કાર્ડ, 1 પાન કાર્ડની સાથો સાથ 20 અલગ- અલગ પાસપોર્ટના પાના જેમાં અલગ દેશના ઈમિગ્રેશન સ્ટેમ્પ ( immigration stamp) મારેલા છે અને 6 વિઝાના સિક્કા મારેલા મળી આવ્યા છે. (નવીન ઝા, અમદાવાદ)