રાજ્યમાં ગઇકાલે શંકરસિંહ વાઘેલા અને ભાજપના નેતા નારાયણ પટેલ મળ્યા હતાં અને સાથે જમ્યાં પણ હતાં. આ પ્રસંગની તસવીરો પણ ઘણી જ વાયરલ થઇ ગઇ હતી. જેના કારણે રાજ્યની રાજનીતિમાં ઘણાં જ ફેરફારો થઇ શકે તેવા પણ સંકેતો મળી રહ્યાં છે. NCPનો હાથ પકડનાર શંકરસિંહ વાઘેલાએ નારણ પટેલના ઘરે ભોજન લીધુ અને વાત વહેતી થઈ કે નારણ પટેલ ભાજપમાંથી NCPમાં જોડાઈ શકે છે. આ ઉપરાંત મુલાકાતને લઈને ભાજપના નેતાઓ દોડતાં થઈ ગયા હતાં. ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુરે પણ નારાયણ પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંગે જ્યારે આઈ.કે જાડેજાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતા હસતા કહી દીધું તે ઓમ માથુરજીને નારયણભાઇ સાથે અંગત કામ હતું. જ્યારે આજે નારયણભાઇએ સ્પષ્ટ કર્યું છે કે ગઇકાલની શંકરસિંહ સાથેની મુલાકાત માત્ર ઔપચારિક જ હતી. તેમની સાથે મારી 50 વર્ષ જૂની મિત્રતા છે. અમારે કોઇ રાજકીય વાત નથી થઇ.
પાર્ટીની નારાજગી મુદ્દે નારાયણ પટેલે નિવેદન આપતા કહ્યું કે, 'અમિત શાહ અને સી.એમએ સ્યોરીટી આપી હોય તેમ છતાં સંગઠનનાં પ્રમુખ અમારી મંડળીઓ નીકાળી દે એ સહન કરી લેવામાં નહીં આવે. મહત્વનું છે કે ઊંઝાના ધારાસભ્ય પદેથી આશા પટેલે રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ત્યારથી નારણ પટેલ ભાજપથી નારાજ હોવાની ચર્ચા છે. જોકે સરકારે તાજેતરમાં જ નારણ પટેલની 14 જેટલી મંડળીઓને વિવિધ કારણોથી રદ કરી દીધી હતી. જેને કારણે નારણ પટેલના વિશ્વાસુ મતદારો કપાઈ ગયા છે. હવે સ્થિતિ એવી છે કે, ઊંઝા એપીએમસી માર્કેટ પર નારણ પટેલનું વર્ચસ્વ ટકાવી રાખવાનું કામ ઘણું મુશ્કેલ બન્યું છે. આગામી સમયમાં જ્યારે પણ ઊંઝા એપીએમસી માર્કેટની ચૂંટણી યોજાશે, ત્યારે તેમાં તેમનો પરાજય થશે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી છે. (શંકરસિંહ વાઘેલા અને નારણ પટેલે સાથે જમણ કર્યું હતું ત્યારની તસવીર)
નારાયણ પટેલે ભાજપ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જીતુ વાઘાણી અને કેસી પટેલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, કે.સી પટેલના વેવાઈને ઉંઝા એપીએમસીના ચેરમેન બનાવવા જીતુ વાઘાણીએ મારી સાથે અન્યાય કર્યો છે. મુખ્યમંત્રીની બાંહેઘરી છતાંપણ મારી મંડળીઓ રદ કરાઈ છે. નારાયણ પટેલે વાઘાણી પર આક્ષેપ કર્યો હતો કે આશાબેનને ભાજપમાં જોડી રાજકીય કારર્કીદી ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. (શંકરસિંહ વાઘેલા અને નારણ પટેલે સાથે જમણ કર્યું હતું ત્યારની તસવીર)
મહત્વનું છે કે ઊંઝાના કોંગ્રેસ ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાયા બાદ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ પક્ષથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ચર્ચા દરમિયાન શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત અને સાથે ભોજનના ફોટો વાઈરલ થતા ઊંઝામાં રાજકારણ ગરમાઈ ગયું છે. (શંકરસિંહ વાઘેલા અને નારણ પટેલે સાથે જમણ કર્યું હતું ત્યારની તસવીર)
આ બાજુ શંકરસિંહ વાઘેલા અને નારાયણ પટેલની મુલાકાત મુદ્દે પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ પ્રકાશ માથુરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ચૂંટણીનો સમય આવે ત્યારે આ પ્રકારની મુલાકાતો સામાન્ય છે. અમારી પાર્ટીને નારાયણ પટેલ પર પૂરો ભરોસો છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ નેતા નારણભાઈ અમારા જુના કાર્યકર છે. (શંકરસિંહ વાઘેલા અને નારણ પટેલે સાથે જમણ કર્યું હતું ત્યારની તસવીર)