Home » photogallery » gujarat » નિયમોની ઐસીતૈસી : હાઈકોર્ટનો આદેશ છતાં હેલ્મેટની અમલવારીમાં લાલીયાવાડી

નિયમોની ઐસીતૈસી : હાઈકોર્ટનો આદેશ છતાં હેલ્મેટની અમલવારીમાં લાલીયાવાડી

રસ્તે નીકળતા ટુ વહીલર ચાલકો હજુએ હેલ્મેટ પહેરતા નથી. માત્ર શહેરનો રક વિસ્તાર  નહિ અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર આ સ્થિતિ જોવા મળી રહી છે. આ પ્રકારના દ્રશ્ય જોઈને જ હાઈકોર્ટએ સરકારને સવાલ કર્યો હતો કે  હેલ્મેટના કાયદાના કડકાઇથી પાલન કેમ નથી કરવામાં આવી રહ્યું ? હેલ્મેટ ફરજિયાત નથી કે શું ?'

विज्ञापन

 • 14

  નિયમોની ઐસીતૈસી : હાઈકોર્ટનો આદેશ છતાં હેલ્મેટની અમલવારીમાં લાલીયાવાડી

  સંજય ટાંક, અમદાવાદ : આમ તો રાજ્યમાં ટ્રાફિકના નિયમો અને તેમાંય ટુ વહીલર પર હેલ્મેટના કાયદાનો અમલ નહિ થતો હોવાને લઇ હાઈકોર્ટએ તંત્રની કામગીરી પર હાલમાં જ નારાજગી વ્યક્ત કરી છે. છતાં હજુએ રસ્તા પર હેલ્મેટના નિયમનો અમલ જોવા મળતો નથી. જાણે તંત્ર હાઈકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયુ હોય તેવું જોવા મળી રહ્યું છે. હાઈકોર્ટનું કડક વલણ જોતા નિયમોના કડક અમલવારીની ખાતરી આપવામાં આવી હતી. આ દ્રશ્ય છે અમદાવાદના રસ્તાઓનું.

  MORE
  GALLERIES

 • 24

  નિયમોની ઐસીતૈસી : હાઈકોર્ટનો આદેશ છતાં હેલ્મેટની અમલવારીમાં લાલીયાવાડી

  આ તસવીરો જ કહી આપે છે કે અહીં રસ્તે નીકળતા ટુ વહીલર ચાલકો હજુએ હેલ્મેટ પહેરતા નથી. માત્ર શહેરનો રક વિસ્તાર  નહિ અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર આ સ્થિતિ જોવા મળી રહી છે. આ પ્રકારના દ્રશ્ય જોઈને જ હાઈકોર્ટએ સરકારને સવાલ કર્યો હતો કે  હેલ્મેટના કાયદાના કડકાઇથી પાલન કેમ નથી કરવામાં આવી રહ્યું ? હેલ્મેટ ફરજિયાત નથી કે શું ?' જોકે કોર્ટની નારાજગીના સુરને પગલે નિયમોનું કડક પણે પાલન કરવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ રસ્તા પર હેલ્મેટના નિયમો પાળવામાં નથી આવી રહ્યા.

  MORE
  GALLERIES

 • 34

  નિયમોની ઐસીતૈસી : હાઈકોર્ટનો આદેશ છતાં હેલ્મેટની અમલવારીમાં લાલીયાવાડી

  હજુએ લોકો બેફિકર થઈ હેલ્મેટ વગર જ રસ્તા પર ટુ વહીલર પર નીકળી રહ્યા છે. ટ્રાફિકના નિયમોની જાણે ઐસીતૈસી થઈ રહી છે. કોર્ટ સમક્ષ નિયમોનું પાલન કરાવવા માટેની ખાતરી આપવા છતાં રસ્તા પર ટુ વહીલર ચાલકોમાં નિયમોને લઈ કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્ય શહેરના રસ્તા પર જોવા મળી રહ્યા છે. માત્ર હેલમેટ જ નહીં કેટલાક કિસ્સાઓમાં ટ્રાફિકના અન્ય નિયમો પણ પાલન થતું નથી છતાં કેમ પગલાં લેવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે. હાઈકોર્ટની નારાજગી છતાં નિયમોનું કડકાઈથી પાલન થતું નથી.

  MORE
  GALLERIES

 • 44

  નિયમોની ઐસીતૈસી : હાઈકોર્ટનો આદેશ છતાં હેલ્મેટની અમલવારીમાં લાલીયાવાડી

  મહત્વનુ છે કે અકસ્માતની ઘટનાઓ નિવારવા હેલ્મેટનો કાયદો ફરજીયાત તો કરવામાં આવ્યો. પરંતુ લોકો તેમાં પણ છટકબારી શોધી રહ્યા છે. જો ટ્રાફિક વિભાગ આ મામલે કડક નહિ થાય તો વાહનચાલકો આ પ્રકારે બેફિકર થઈને ફરશે અને નિયમોનું ઉલ્લંઘન થતું જ રહેશે.

  MORE
  GALLERIES