વડોદરા (Vadodara) તેના પરંપરાગત ગરબા માટે આગવું સ્થાન ધરાવે છે પરંતુ વડોદરાવાસીઓ જેની ઉત્સુકતાથી રાહ જોતાં હતા એ નવરાત્રી મહોત્સવમાં આજે બીજા દિવસે પણ મેઘરાજા એ વિઘ્ન નાખતાં હજારો ગરબા પ્રેમી ખેલૈયાઓનું મન નિરાશ થઇ ગયું છે. શહેરના શહેરના સૌથી મોટા ગરબા યુનાઇટેડ વે ઑફ બરોડા (United Way of baroda) સહિતના મોટા ગરબા આજે રદ થયા છે.
વડોદરામાં નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા માટે મુંબઈથી ખાસ આવેલ સ્વેતાએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા કહ્યું કે 'વરસાદ ના કારણે નવરાત્રીમાં ગરબા રદ થતાં નિરાશ થયા છીએ બસ હવે મેઘરાજા વિરામ લે તેની રાહ જોઈ રહ્યા છે જેથી બાકીના દિવસોમાં નવરાત્રી ની મજા માણી શકાય.' વડોદરાના પરંપરાગત ગરબા માટે ના સૌથી પ્રસિદ્ધ 'યુનાઇટેડ વે'ના ગરબા આયોજકોએ પણ બીજા નોરતે વરસાદના કારણે ગરબાનું આયોજન રદ કરવાની ફરજ પડી અને મોટી સંખ્યામાં ગરબા રમવા થનગનાટ કરવા તપ્તર યુવા ધનનો મૂડ ખરાબ થઇ ગયો છે.
અંબાલાલ પાર્ક ના ગરબા આયોજક મનોજ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે નવરાત્રી મહોત્સવ શરૂ થાય તેના પાંચ દિવસો થી વરસાદી માહોલ વચ્ચે વરસાદ સતત આવી રહ્યો છે ગરબા મેદાન ને ઠીક કરવાનો પણ મોકો મળતો નથી હવે સળંગ બે દિવસ વરસાદ બંધ રહે તોજ ગરબા મેદાન ને ઝડપ થી ગરબા માટે તૈયાર કરી શકાય , એમ યુદ્ધ ના ધોરણે ગરબા મેદાન ફરીથી તૈયાર થઇ જાય તેવી પ્રયાસ કરી રહ્યા છે આમ સતત વરસાદના કારણે વડોદરા માં અનેક ગરબા આયોજકો એ બીજા નોરતે ગરબા રદ કરવા પડ્યા છે