Home » photogallery » gujarat » આ રીતે થશે ડિજિટલ સ્કૂલ? પેપરલેસનાં ચક્કરમાં 5 હજાર શાળાઓને અઢી કરોડ રોકડાં ચૂકવવાના બાકી

આ રીતે થશે ડિજિટલ સ્કૂલ? પેપરલેસનાં ચક્કરમાં 5 હજાર શાળાઓને અઢી કરોડ રોકડાં ચૂકવવાના બાકી

Gujarat Education Department: પાંચ વર્ષ પહેલા ડિજીટલ સ્કુલ બને અને પેપર લેસ (Paperless Work) કામગીરી થાય જેથી પર્યાવરણને પણ ફાયદો થયા તે હેતુ રાજ્ય શીક્ષણ વિભાગ થકી (Gujarat Education Department) એક ઠરાવ કરાયો જેમા રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓને (Granted School) વર્ષે 6 હજાર રૂપિયા ઈન્ટનેટનાં ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા પાંચ વર્ષથી નાણાં ન ચુકવાતા ગ્રાન્ટેડ શાળાઓનું ભારણ વધ્યું છે.

विज्ञापन

  • 14

    આ રીતે થશે ડિજિટલ સ્કૂલ? પેપરલેસનાં ચક્કરમાં 5 હજાર શાળાઓને અઢી કરોડ રોકડાં ચૂકવવાના બાકી

    સંજય ટાંક, અમદાવાદ: આજનો સમય ડિજિટલ યુગ (Digital World) છે. આ ડિજિટલ યુગની દુરંદેશી જોઈને શિક્ષણ વિભાગે (Gujarat Education Department) વર્ષ 2018થી ગ્રાન્ટેડ શાળાઓમાં પેપરલેશ કામગીરી શરૂ કરી હતી. જે માટે 5 હજાર શાળાઓને વર્ષે 6 હજાર આપવાનું નક્કી કરાયું હતું. પણ નવાઈની વાત એ છે કે શિક્ષણ વિભાગે પેપરલેશ કામગીરી સામે તે માટે ઈન્ટરનેટ (Internet Expance) ખર્ચ ચૂકવવાની વાત કરી હતી. જે બાદમાં નજરઅંદાજ કરી દીધી, પરિણામ એ આવ્યું કે અત્યાર સુધીમાં 5 હજાર શાળાઓને અઢી કરોડ ચૂકવવાના બાકી બોલી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 24

    આ રીતે થશે ડિજિટલ સ્કૂલ? પેપરલેસનાં ચક્કરમાં 5 હજાર શાળાઓને અઢી કરોડ રોકડાં ચૂકવવાના બાકી

    આ નાણાં શાળાઓને ક્યારે મળશે તે સૌથી મોટો સવાલ છે. પાંચ વર્ષ પહેલા ડિજીટલ સ્કુલ બને અને પેપર લેસ કામગીરી થાય જેથી પર્યાવરણને પણ ફાયદો થયા તે હેતુ રાજ્ય શીક્ષણ વિભાગ થકિ એક ઠરાવ કરાયો જેમા રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળાઓને વર્ષે 6 હજાર રૂપિયા ઈન્ટનેટનાં ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા પાંચ વર્ષથી નાણાં ન ચુકવાતા ગ્રાન્ટેડ શાળાઓનું ભારણ વધ્યું છે.

    MORE
    GALLERIES

  • 34

    આ રીતે થશે ડિજિટલ સ્કૂલ? પેપરલેસનાં ચક્કરમાં 5 હજાર શાળાઓને અઢી કરોડ રોકડાં ચૂકવવાના બાકી

    આ પેપર લેસ કામગીરી થકી ઠરાવમાં સુચન કરવામાં આવ્યુ કે વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી ભરવી ખેલ મહાકુંભ કળા મહાકુંભનું રજીસ્ટ્રેશન કરવું, વિદ્યાર્થીનું ઓનલાઈન માર્કિંગ કરવું ત્યારે રાજ્યમાં આવેલી 8 હજાર કરતાં વધુ ગ્રાન્ટેડ શાળાઓએ શીક્ષણ વિભાગના ઠરાવ મુજબ કામ તો ચાલુ કરી દીધુ હતું. જોકે શીક્ષણ વિભાગ થકી નક્કી કરેયેલા એક વર્ષનાં 6 હજાર રૂપિયા 2018 લઈ 2022 સુધીમાં એક પણ શાળાને નથી આપવામાં આવ્યાં જેને લઈ ગ્રાન્ટેડ શાળા વધારાનું ભારણ છેલ્લા ત્રણ વર્ષથી ભોગવવુ પડે છે.

    MORE
    GALLERIES

  • 44

    આ રીતે થશે ડિજિટલ સ્કૂલ? પેપરલેસનાં ચક્કરમાં 5 હજાર શાળાઓને અઢી કરોડ રોકડાં ચૂકવવાના બાકી

    મહત્વનું છે કે સરકારની બદલાતી નીતિઓનાં કારણે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે. તંત્રએ ઈન્ટરનેટનાં રૂપિયા આપવાની વાત કરી હવે એ ખર્ચ પણ શાળાઓ માથે નાખી દીધો છે. આવા જ કારણોને લીધે ગ્રાન્ટેડ શાળામાં આવક ઓછી અને ખર્ચ વધી રહ્યો છે. આમદની અઠ્ઠનની ખર્ચા રુપૈયા જેવી હાલત થઈ ગઈ છે.  વર્ષ 2005થી અત્યાર સુધીમાં 1500 જેટલી શાળાઓને તાળા વાગી રહ્યા છે.

    MORE
    GALLERIES