અમદાવાદ જિલ્લાનાં ધંધૂકામાં (Dhandhuka firing case) કિશન ભરવાડની (kishan bodia murder case) હત્યા મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. બે કટ્ટરવાદી સંગઠન આ હત્યા કેસમાં સામેલ હોવાનું સામે આવતાં હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ છે. બીજી તરફ, આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે.
ધંધૂકામાં આવેલી સર મુબારક બુખારી દાદાની મસ્જિદમાં ગુજરાત એટીએસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસનું સંયુકત સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. ગુપ્ત રાહે આ સમગ્ર ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ધંધૂકા તળાવ વિસ્તારની આસપાસ આવેલી મસ્જિદ અને પીર ભડિયાદની દરગાહમાં પણ ગુજરાત ATSની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
કિશન દ્વારા પોસ્ટ મુકાયા બાદ આરોપી શબ્બીરે તેને સબક શિખવાડવાનું નક્કી કરતાં દરરોજ ધંધૂકાથી અમદાવાદ જમાલપુર મૌલવીને મળવા જતો હતો. સોશિયલ મીડિયામાં કિશન દ્વારા મૂકવામાં આવેલી પોસ્ટ બાદ સમાધાન અને પોલીસ કાર્યવાહી બાદ પણ ધમકીઓ મળતી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સૂત્રો મુજબ, કિશનને મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી. ધમકીઓ મળવાની શરૂ થતાં પરિવારજનો તેને બહાર ન નીકળવાની પણ સલાહ આપતા હતા, તેથી ઘરની બહાર દેખાતો ન હતો. આરોપી શબ્બીરે રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ પણ આ આખી ઘટનાને એક ષડયંત્રના ભાગરૂપે બની હોય તેવી રીતે જોઈ રહી છે. ત્યારે પોલીસની તપાસમાં કેવી રીતે આરોપી પહેલા મુંબઇના (Mumbai) મૌલાના અને ત્યારબાદ અમદાવાદના (Ahmedabad) મૌલવીના સંપર્કમાં આવ્યો અને આ હત્યાનું ષડ્યંત્ર ઘડવામાં આવ્યું તેવા અનેક તથ્યો સામે આવ્યા છે. જેને લઈને હજુપણ પોલીસની અલગ અલગ ટીમો શબ્બીર સહિત એવા કેટલા યુવાનો છે જે આવી કટ્ટરપથી વિચારધારામાં સંડોવાઇ ગુનાહિત કૃત્યમાં ધકેલાઈ રહ્યા છે
ધંધુકા ફાયરિંગની ઘટનામાં કિશન નામના યુવકની હત્યા બાદ પોલીસે શબ્બીર ઉર્ફે સાબા દાદાભાઈ ચોપડા અને ઈમ્તીયાજ ઉર્ફે ઈમ્ત મહેબુબભાઇ પઠાણ ધરપકડ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ ગ્રામ્યના એસ.પી. વિરેન્દ્સિંહ યાદવએ જણાવ્યું કે આરોપીઓની પૂછપરછમાં અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શબ્બીર આજથી એકાદ વર્ષ અગાઉ દિલ્હી ખાતે રહેતા મૌલાના કે જેઓ કોઈ ખાસ સંગઠન સાથે સંકળાયેલ છે તેઓના સંપર્કમા ઈન્સ્ટાગ્રામથી આવ્યો હતો.