આજથી લાગુ થયેલા નવા મોટર વ્હીકલ એક્ટના અમલ અને જાગૃતિના ભાગરૂપે દાહોદ પોલીસે નવતર પ્રયોગ કર્યો હતો. પોલીસે હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોકી તેના મુસાફરોને સુખડ તેમજ ગુલાબનો હાર બતાવી જીવન-મરણ વચ્ચેનું અંતર સમજાવ્યું હતું. ટેમ્પોની માથે બેસી જોખમી રીતે મુસાફરી કરી રહેલા મુસાફર તેમજ ચાલકને પોલીસે પૂછ્યું હતું કે 'જીવવું છે કે મરવું છે?'