ગત વર્ષથી ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે શાળા ઑ માં શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યા. પરંતુ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ બાળકો માટે ઓનલાઈન શિક્ષ્ણ મળવું મુશ્કેલ છે. આવા વિસ્તારોમાં શિક્ષણ પહોચડવું પડકારરૂપ કહી શકાય પરંતુ ગરબાડા તાલુકાનાં કામાવીરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો દ્રઢ નિશ્ચય કરી ગામમાં અલગ અલગ ફળિયામાં 11 ટીવી સેન્ટર તૈયાર કરી તમામ બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરી .
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને મોટેભાગના પરિવારો ખેતી કે મજૂરી કામ ઉપર નિર્ભર રહેતા હોય છે અને આર્થિકભીંસના કારણે આધુનિક ઉપકરણો વાપરવાથી પણ વંચિત હોય છે. ત્યારે કોરોના મહામારીમાં ચાલી રહેલું ઓનલાઈન શિક્ષણ એક પડકારરૂપ કહી શકાય. ગામડાઓમાં મોબાઈલ, ઇન્ટરનેટ કે ટીવી જેવા ઉપકરણોનો અભાવ હોય છે ત્યારે કામાવીરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ જૂના ટીવી, ડીશ, રિસીવર એકઠા કરી શાળાના શિક્ષક ભૂપત ભાઈ કે, જેઓ ટેકનિકલ અનુભવ ધરાવે છે, તેમણે જૂના ઉપકરણોને રીપેર કરી કામાવીરા ગામના અલગ અલગ ફળીયામાં 11 ટીવી સેટ લગાવી ટીવી સેન્ટર ઊભા કર્યા અને ત્યાં આસપાસના બાળકોને ટીવી ઉપર પ્રસારિત થતા શૌક્ષણીક કાર્યક્રમો મારફતે શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.