સંજય ટાંક અમદાવાદ, કોરોનાનું સંક્રમણ (Covid 19 cases in Gujarat)વધતા હાલ રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં રોજ 21 હજારથી વધુ કોરોનાનાં કેસ સામે આવતા હવે બેંક કર્મચારીઓમાં (Bank Workers) પણ ગભરાટ ફેલાયો છે. બેંક એમ્પ્લોયી યુનિયન દ્વારા બેન્કિંગની કેટલીક કામગીરી મર્યાદિત કરવા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ ત્રીજી લહેરમાં (Third Wave) સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ બને તેવી સ્થિતિ છે. તેવામાં બેંકની ઘણી વહીવટી કચેરીઓએ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે તો બેંકની બ્રાન્ચમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો ન થાય ત્યાં સુધી અઠવાડિયામાં 5 દિવસ બેંકો (5 Days week working) રાખવા સહિત વિવિધ રજુઆત કરવામાં આવી છે.
મહાગુજરાત બેંક એમ્પ્લોયી યુનિયનના જનરલ સેક્રેટરી જનક રાવલ દ્વારા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC) સમક્ષ રાજ્યના 60 હજાર જેટલા બેન્ક કર્મચારીઓના હિતમાં કોમન એડવાઇઝરી જાહેર કરવા માંગ કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં બેંકની કામગીરી મર્યાદિત કરવા માંગ કરાઈ છે. જેમાં કોવિડ પોઝિટિવ રેટમાં ઘટાડો થાય ત્યાં સુધી બેંક અઠવાડિયામાં 5 દિવસ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે