અમદાવાદ: આમરણાંત ઉપવાસને પગલે હાર્દિકના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પાસ કન્વિનરોના જણાવ્યા પ્રમાણે પોલીસ રિસોર્ટમાં આવી રહેલા લોકોને અટકાવી રહી છે. તેમજ તેમના બહાર જ બેસાડી રાખવામાં આવ્યા છે. બીજી તરફ હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો તેના ઘરે પહોંચ્યા હતા.
એક તરફ સરકાર કહે છે કે હાર્દિકને જનસમર્થન નથી. પાટીદાર સમાજનું સમર્થન નથી. જો સરકારને એવું હોય તો આટલી બધી પોલીસ શા માટે ખડકી દેવમાં આવી છે? ઘરે ઉપવાસ પર બેસવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી. સરકાર કાયદાનો ગેરઉપયોગ કરી રહી છે. આટલી પોલીસ ખડકી દેવી તેનો અર્થ એવો થાય છે કે સરકાર ડરી ગઈ છે. - કિરિટ પટેલ
ભારતીય જનતા પાર્ટીનું સાશન અંગ્રજો કરતા પણ ખરાબ છે. ઉપવાસ આંદોલન કરવાની છૂટ પણ ન આપવામાં આવતી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની વાત જ નથી આવતી. સરકારે કેમ પણ કરીને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રાવણની જેમ સરકારનું અભિમાન ફાટી ગયું છે. અમારી સામે કોઈ બોલવું ન જોઈએ, કોઈ આંદોલન કરવું ન જોઈએ તેવી નીતિ પર સરકાર કામ કરી રહી છે. આ દાદાગીરીનો નમુનો છે. સરકારે રજુઆત કરવા દેવી જોઈએ. અમે તેમના સમર્થનમાં આવ્યા છીએ. ગુજરાતની અંદર લોકશાહીનું સ્થાપન કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. - લલિત કગથરા