આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનાં એટલે કે મકરસંક્રાતિનાં પર્વની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ ખાડિયામાં ભૂષણ ભટ્ટનાં ઘરે પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ ઉજવણીમાં પત્ની અંજલીબેન રૂપાણી , મેયર બિજલ પટેલ અને ભાજપનાં અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં હતાં.