ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બુધવારે અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટનું કામ કેવું અને કેટલી ઝડપથી ચાલી રહ્યું છે. સાથે સાથે અન્ય મુશ્કેલીઓનું સ્થળ નિરિક્ષણ કર્યું હતું. જ્યાં તેમણે અમદાવાદમાં પહેલી મેટ્રો ટ્રેન જાન્યુઆરી 2019 સુધીમાં ચાલું થઇ જવાની વાત કરી હતી. (પ્રણવ પટેલ, અમદાવાદ)
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો તેનું ધ્યાન રાખીને અંડર ગ્રાઉન્ડ મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. સાથે સાથે બીજા અન્ય વિસ્તારોમાં ઓવર હેડ બ્રિઝ આધારે કામ ચાલી રહ્યું છે. મેટ્રો પ્રોજેક્ટનો કંટ્રોલ રૂમ પણ ટૂંક સમયમાં પુરો થઇ જશે. અમદાવાદ બાદ સુરતમાં પણ મેટ્રો રેલવે ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ કરવા જઇ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યા પ્રમાણે કામમાં વધારે ઝડપ લાવવા માટે અને કામના નિરિક્ષણ કરવામાં આવ્યું છે. બધી સમસ્યાઓનું નિરાકરણ થઇ ગયું છે અને કામ ઝડપથી ચાલી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેટ્રોની પ્રથમ ટ્રેન જાન્યુઆરી 2019માં શરુ થઇઉ જશે. ડિસેમ્બર 2019 સુધીમાં મેટ્રોનું કામ અમદાવાદમાં ચાલુ થઇ જશે. સરકાર તરફથી અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે, લોકોને કોઇ અડચણ ન થાય અને ધંધા રોજગારને અસર ન થાય તે પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2019માં વસ્ત્રાલમાં એપરલ પાર્ક શરૂ થઇ જશે. આ મેટ્રો પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યા હલ થશે.