અમદાવાદ : 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ (International Yoga Day) દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત યોગ બોર્ડ (Gujarat Yoga board) દ્વારા પણ રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની (Yoga Day celebration) ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. જ્યાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ઉપરાંત રમત ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છે.