અમદાવાદઃ શહેરમાં (Ahmedabad accident) ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં દંપતીનું (couple death) મોત નીપજ્યુ છે. શહેરમાં બેકાબૂ કારે ટુ-વ્હીલરને (car two wheeler accident) અડફેટે લેતા એક દંપતીનું મોત થયું હતું. મળતી જાણકારી પ્રમાણે, શહેરના સોલા ભાગવત પુલ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુલ પર બેકાબુ કારે ટુ વ્હિલરને અડફેટે લીધી હતી. ટુ વ્હિલરને પાછળથી ટક્કર લાગતા વાહન પર સવાર દંપતી પુલ પરથી નીચે પટકાયા હતા.
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતાં મનુભાઈ પટેલ અને તેમનાં પત્ની વીણાબેન એક્ટિવા પર લાલદરવાદજા દર્શન કરવા જતાં હતાં. આ દરમિયાન તેઓ નેહરુબ્રિજથી લાલદરવાજા તરફ જઈ રહ્યાં હતાં. ત્યાં પૂરઝડપે આવી રહેલી એસટીએ તેમના એક્ટિવાને અડફેટે લીધું હતું. જેથી દંપતી નીચે પડી ગયું હતું .એસટીનું ટાયર વીણાબેન પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.