સ્થાનિક રહીશ શોકત હુસેન મલેકે જણાવ્યુ હતું કે ખાન સાયકલ ગેંગ વર્ષોથી જમાલપુર વિસ્તારમાં વગ ધરાવે છે તેની ગેંગના લોકો રાજકીય વગ અને પૈસાના જોરે વારંવાર હત્યા અને મારામારી જેવા ગુનાઓ કરે છે અને છુટી જાય છે. છોકરીઓનુ બહાર નીકળવાનુ પણ બંધ કરાવુ પડે છે. જો આ બંધ નહી થાય તો સ્થાનિક રહીશો ઉગ્ર આંદોલન કરશે.