રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવાર બપોરે તખ્તેશાહી રોડ પર એક એપાર્ટમેન્ટમાં એસીમાં થયેલા વિસ્ફોટમાં એક કારીગરનું મોત થયું. આ દુર્ઘટના બપોરે મોતી ડૂંગરી વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં થઇ કે જ્યારે એક કારીગર એને રીપેર કરી રહ્યો હતો. એસી સમારકામ કરતાં એર કન્ડીશનર કોમ્પ્રેસર પાઇપમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ સાથે જ કારીગરનું કરૂણ મોત થયું હતું. જાણકારી મુજબ મૃતક કારીગર મહારાષ્ટ્રના રહેવાસી 31 વર્ષિય વસંત વલીરામ હોવાનું સામે આવ્યું છે. (ફોટો-રવિશંકર વ્યાસ)