Home » photogallery » gujarat » અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

અમિત શાહ સવારથી જ વેજલપુર વિધાનસભા અને સાંજે સાબરમતી વિધાનસભામાં બે તબક્કામાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

  • 18

    અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાની બેઠકના ઉમેદવાર અમિત શાહે અમદાવાદથી આજથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યાં છે. આજે ભીજેપીનો સ્થાપના દિવસ પણ છે. જેથી ભાજપ આજના દિવસને જનસંપર્ક દિવસ તરીકે પણ ઉજવશે. આજે ભાજપનાં બે દિગ્ગજ નેતાઓ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ગુજરાતનાં પ્રવાસે છે. આજે અમિત શાહ સવારથી જ વેજલપુર વિધાનસભામાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. આજે સાંજે અમિત શાહ સાબરમતી વિધાનસભામાં પણ રોડ શો યોજીને ચૂંટણી પ્રચાર કરશે.

    MORE
    GALLERIES

  • 28

    અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

    અમિત શાહે આજે સવારે સાડા 9 વાગ્યાથી વેજલપુર વિધાનસભાની વણઝાર સરખેજ ગામથી જનસંપર્ક શરૂ કર્યો હતો. બળિયાદેપ જોધપુર ચાર રસ્તા, શહિદચોકથી હવેલી સુધીનો આ રોડ શો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ જોડાયા હતાં. મહિલા કાર્યકરો ગરબા રમીને ઉત્સાહ વ્યક્ત કરીને તેમનું સ્વાગત કર્યું હતું. રોડ શોમાં 'મોદી છે તો મુમકીન છે'નાં નારા પણ લાગ્યા હતાં.

    MORE
    GALLERIES

  • 38

    અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

    કાર્યક્રતાઓ ભારત માતા કી જય અને ભાજપનાં ઝંડા લઇને રોડ શોમાં પહોંચ્યા હતાં.

    MORE
    GALLERIES

  • 48

    અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

    અમિત શાહનું વિવિધ સંસ્થાઓએ સ્વાગત કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 58

    અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

    માહિતી એવી પણ મળી છે કે આ રોડ શો શરૂ થતા પહેલા જ એક બાળકીને ગરમીનાં કારણે ચક્કર આવી ગયા હતાં. પછી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 68

    અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

    રોડ શોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં.

    MORE
    GALLERIES

  • 78

    અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

    અમિત શાહના રોડ શોને ધ્યાનમાં રાખીને રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રૂટ પર રાખવામાં આવ્યો છે. એસઓજી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ હાજર છે.

    MORE
    GALLERIES

  • 88

    અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારનાં કર્યા શ્રીગણેશ, મોટી સંખ્યામાં જોડાયા કાર્યકર્તાઓ

    અમિત શાહ 6, 15, 19 અન 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સભાઓ ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. 10 એપ્રિલે જૂનાગઢ અને પોરબંદર એમ બે બેઠકો માટે સવારે જૂનાગઢમાં ભાજપની પ્રચાર સભાને સંબોધશે. જ્યારે બારડોલી અને નવસારી બેઠકોને સાંકળી લેતી સોનગઢની સભાને પણ સંબોધશે

    MORE
    GALLERIES