અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં માત્ર 22 અઠવાડિયાની અને માત્ર 492 ગ્રામ વજન ધરાવતી બાળકીનો જન્મ થયો છે. બાળકીનું આ વજન દૂધની થેલી કરતાં પણ ઓછું હતું. આટલા ઓછા સમયમાં પ્રસૂતિ થયાનો ભારતનો આ પ્રથમ કિસ્સો છે. સામાન્ય રીતે 37થી 40 અઠવાડિયા પછી બાળકનો જન્મ થતો હોય છે. 22 અઠવાડિયામાં માતામાંથી પોષકતત્ત્વો બાળકમાં પૂરેપૂરા ટ્રાન્સફર ન થતાં હોવાથી આવું બાળક બચી શકતું નથી.
સ્થાનિક સમાચાર પત્ર 'દિવ્ય ભાસ્કર'નાં અહેવાલ પ્રમાણે અમદાવાદમાં માત્ર 22 અઠવાડિયાની એક બાળકી જન્મી છે જેનું વજન 492 ગ્રામ વજન ધરાવે છે. આટલા ઓછા સમયમાં પ્રસૂતિ થયાનો ભારતનો આ પ્રથમ કિસ્સો છે. સામાન્ય પરિસ્થિતિમાં 37થી 40 અઠવાડિયા પછી બાળકનો જન્મ થાય છે. માતાને જોડિયા બાળક આવ્યાં હતાં પરંતુ તેમના દીકરાનાં ફેફસાં કાર્યક્ષમ ન હોવાથી તેને બચાવી શકાયો ન હતો. આ બાળકીને 29 દિવસ સુધી વેન્ટિલેટરમાં રાખવી પડી હતી.
18 ઓક્ટોબરનાં જન્મનાર 'જીયાના'એ જન્મનાં ચાર સપ્તાહ પછી જ તેનાં નાના ભાઇને ખોઇ દીધો હતો. જીયાનાને 27 જાન્યુઆરીનાં રોજ રજા આપી ત્યારે તેનું વજન 1.8 કિલોગ્રામ હતું. મેડીકલ ચેકઅપમાં 2 માર્ચનાં રોજ આ બાળકીનું વજન 2.6 કિલોગ્રામ થઇ ગયું હતું. 'જિયાના'નો અર્થ થાય છે ‘ગોડ્સ ગ્રેસફૂલ લાઇફ.’ઓકટોબરમાં ખૂબ ઠંડી હતી આ બાળકીને ચામડીના 7 ને બદલે માત્ર બે પડ હતા, જેથી તેની ચામડીની જાળવણી કરવા માટે ગર્ભાશય જેટલું 37.0 ડિગ્રી જેટલું ટેમ્પરેચર અને સ્પેશ્યિલ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરાયો હતો.