અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પાંચ વર્ષી બાળકીને ગરમ ચીપિયાના દામ દીધા હોવાની ઘટના બની હતી. બાળકીની ફોઇએ તેના ગુપ્તાંગ સહિતના ભાગો ઉપર દાંમ આપ્યા બાત તેના પિતાના ઘરે મુકી આવ્યા હતા. જ્યાં સોસાયટીના લોકોએ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માસૂમ બાળકીને કેમ ડામ આપવામાં આવ્યા એ અંગેનું કારણ પોલીસની બાળકી સાથેની પૂછપરછમાં બહાર આવશે. અત્યારે બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. (નવીન ઝા, અમદાવાદ)
સ્થાનિક મહિલાના જણાવ્યા પ્રમાણે "નાગપાંચમે તેની ફોઇએ ઇરાદા પૂર્વક બાળકીના ગુપ્તાંગના ભાગે અને શરીરના બીજા ભાગે પણ ડામ આપ્યા હતા. ત્યારબાદ આ છોકરીને તેના પીયર કોકતામાં મુકી આવ્યા હતા. આ બાળકીના માતા-પિતા નથી એટલે ચાલીના લોકોએ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા. હવે તેને અમદાવાદ સિલિવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. "