એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતના ચાર ખેલાડીઓ સરિતા ગાયકવાડ, હરમીત દેસાઇ, માનવ ઠક્કર તથા અંકિત રૈના આજે વતન પરત ફર્યા છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ ખેલાડીઓનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. એરપોર્ટ પર ચારેય ખેલાડીઓના પરિવાર અને તેમના વિસ્તારોના લોકોમાં પણ ઘણો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ખેલાડીઓનું વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતના ચાર ખેલાડી જેમને એશિયન ગેમ્સમાં ડંકો વગાળ્યો છે તેઓના નામ અનુક્રમે ગોલ્ડ જીતનાર ડાંગની સરિતા ગાયકવાડ, ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીતનાર હરમીત દેસાઇ, માનવ ઠક્કર તથા અંકિત રૈના છે. આ ચારેય ખેલાડીઓનું ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે.