નવીન ઝા, અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં એક વિચિત્ર ફરિયાદ નોંધાઇ છે. જેમાં વિવાદીત આસારામ, ગુરમીત રામરહીમસિંગ અને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં બીજેપીનાં સભ્યપદનું બોગસ કાર્ડ બનાવીને સોશિયલ મીડિયામાં મુક્યાં છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે હાલ બીજેપી સભ્ય વૃદ્ધિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.