જનક જાગીરદાર, આણંદ: ક્યારેક જે શહેરની મોર્ડન પ્રજા નથી કરી શકતી તે ગામડાંનાં લોકો કરી બતાવે છે. આણંદ (Anand) જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં આસોદર રોડ પરથી માત્ર બે કિલોમીટરનાં અંતરે મુજકુવા ગામ આવેલું છે. અહીંની મહિલાઓએ આર્થિક રીતે પગભર (women empowerment) થવાનો પ્રેરણાદાયક (inspirational) પ્રયાસ કર્યો છે. મુજકુવા ગામની 80 મહિલાઓએ પોતના જીવન નિર્વાહ અને પરિવારને મદદરુપ થવાના હેતુથી ગોબર ગેસ પ્લાન્ટ (Gobar Gas plant) બનાવ્યો છે. જેનાથી તેમને ઘરમાં 24 કલાક ઇંધણ મળે છે અને સાથે સાથે ઓર્ગેનિક ખાતર બનાવી વેચાણ કરી કમાણી પણ કરે છે. આ સાથે જે પહેલા ગાયનાં ગોબરથી ગંદકી પણ હવે નથી દેખાતી.
મુજકુવા ખાદ્ય સહકારી મંડળીનાં ચેરમેન, હેમા પઢીયારનાં જણાવ્યાં પ્રમાણે, અમે છેલ્લા ચાર વર્ષથી આ પ્લાન્ટનો ઉપયોગ કરીએ છે દિવસમાં બે ડોલ પાણી અને બે ડોલ છાણનો ઉપયોગ કરી અમારા પરિવારના 11 સભ્યોનું જમવાનું બને છ. આ સાથે આમાંથી મળતી સ્લરીના અમને મહિને 3 હજાર જેટલાનો ફાયદો થાય છે અને લાકડાનો પણ વપરાશ થતો નથી.
સ્થાનિક મહિલા, પારુલ પઢીયારનાં જણાવ્યાં પ્રમાણે, દિવસની એક ડોલ પશુના છાણથી દિવસભર રસોઈ માટે મફતમાં ગેસ મેળવી શકાય છે. તે ઉપરાંત ગોબરની વેસ્ટજ સ્લરીને મુજકુવા સખી ખાદ્ય સહકારી મંડળી દ્વારા ઓર્ગોનિક ખાતર બનવા માટે વપરાય છે. મહિનામાં 3 હજાર જેટલાનો લાભ તેમાંથી મળે છે. તે ઉપરાંત આ પ્લાન્ટમાં છાણ વાપરી ગામમા ઉકરડાથી પણ મુક્તિ મેળવી છે.