સંજય ટાંક, અમદાવાદ: ગરીબ બાળકો (Poor kids Education) શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ (AMC) સ્કૂલબોર્ડ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સિગ્નલ (Signal School in Ahmedabad)પર રખડતા બાળકોને શિક્ષણ પૂરું પાડવા તૈયાર કરાયેલી ખાસ પ્રકારની 10 બસને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ (CM Bhupendra Patel) લીલીઝંડી આપી દીધી છે. આજથી આ બસ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે અને શિક્ષણથી વંચિત રહી જતા અને શાળાએ અભ્યાસ માટે નહીં જઈ શકતા બાળકોને શિક્ષણ પૂરું પાડશે.
જેમાં એવી બસો તૈયાર કરવામાં આવી છે, જેમાં અભ્યાસ કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે. વિધાર્થીને બસમાં બેસાડીને શિક્ષણ આપી શકાય. આવી 10 બસ બનાવવા આવી છે જે, શહેરના ગુલબાઈ ટેકરા, વસ્ત્રાપુર, આરટીઓ, નારોલ, નરોડા જેવા અલગ અલગ વિસ્તારમાં જશે. જે બાળકો કોઈપણ કારણોસર શાળાએ નથી આવી શકતા તેઓને ત્યાં સિગ્નલ પાસે જ બસ મારફતે શિક્ષણ પૂરું પાડવામાં આવશે.