દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra modi)સ્વપ્નને એસવીપી હોસ્પિટલ (SVP hospital) સાર્થક કરી રહી છે. આજે હોસ્પિટલ સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગ માટે આર્શિવાદ રૂપ સાબિત થતી હોય તેમ લાગે છે. હોસ્પિટલ સરેરાશ એક દિવસમાં જ એક હજાર ઓપીડી સેવાઓ આપવામા આવે છે. ફાઇવ સ્ટાર હોટલ અને પ્રાઇવટ હોસ્પિટલ પણ ટક્કર આપી શકે તેવી સુવિધાથી સજ્જ હોસ્પિટલ આજે બની છે. (પ્રણવ પટેલ, અમદાવાદ)
એએમસી ડપ્યૂટી કમિશનર (Deputy Commissioner)કુલદીપ આર્યએ માહિતી આપતા જણાવ્યું હતુ કે હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે. ૧૪૦૦ બેડમાંથી આજે ૭૦૦ બેડ અને 140 આઇસીયુ (ICU)હોસ્પિટલના કાર્યરત થઇ ગયા છે. હોસ્પિટલમાં પેપર લેશ કામ થઇ રહ્યું છે. અહીં આવતા દર્દીઓને ૯૧ ટકા સંતોષ કારક સેવા આપવામાં હોસ્પિટલ સફળ રહ્યું છે.