વિભુ પટેલ, અમદાવાદ : લોકો અને પોલીસની સતર્કતાને કારણે અમદાવાદમાં રેલવે સ્ટેશન પર એક મહિલાનો જીવ જતાં બચી ગયો હતો. મહિલા ચાલુ ટ્રેનમાં ચડવા જતાં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં પડી ગઈ હતી. જોકે, લોકોએ પળનો પણ વિચાર કર્યા વગર મહિલાને ખેંચી લેતા જીવ બચી ગયો હતો.