Home » photogallery » gujarat » અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગઃ આ વાત જાણી લો નહીંતર થશે દંડ

અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગઃ આ વાત જાણી લો નહીંતર થશે દંડ

અમદાવાદ ટ્રાફિક પોલીસનો 'લેફ્ટ ફ્રી' પ્રયોગ, વાહન ચાલકોની મુશ્કેલી ઓછી કરવા ચાર સસ્તાઓ પર બનાવાશે 'ગ્રીન કોરિડોર'.

विज्ञापन

  • 15

    અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગઃ આ વાત જાણી લો નહીંતર થશે દંડ

    અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા માટે ટ્રાફિક પોલીસ અનેક પગલાં લઈ રહી છે. શાહીબાગમાં પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. સિગ્નલ બંધ હોય ત્યારે ડાબી બાજુએ વાહનો આરામથી પસાર થઈ શકે તે માટે ગ્રીન કોરિડોરનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આગળ જોઈએ શું છે અમદાવાદ ટ્રાફિક પોલીસનો આ ગ્રીન કોરિડોર પ્રયોગ.

    MORE
    GALLERIES

  • 25

    અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગઃ આ વાત જાણી લો નહીંતર થશે દંડ

    સામાન્ય રીતે એવું બને છે કે જ્યારે સિગ્નલ બંધ થઈ જાય છે ત્યારે ચાર રસ્તા પર ડાબી બાજુ જવા માંગતા લોકો પણ ટ્રાફિકમાં ફસાઈ જતા હોય છે. જેના કારણે ડાબી બાજુ વળવા માંગતા લોકોએ પણ સિગ્નલ ખુલે તેની રાહ જોવી પડતી હોય છે. શાહીબાગ ખાતે પોલીસે નવતર પ્રયોગ કરતા ચાર રસ્તા પર ડાબી બાજુએ ગ્રીન પટ્ટા દોરી દીધા છે. જેનાથી સિગ્નલ બંધ હોય તો પણ ડાબી બાજુ જનારા લોકો આરમથી પસાર થઈ શકે.

    MORE
    GALLERIES

  • 35

    અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગઃ આ વાત જાણી લો નહીંતર થશે દંડ

    આ પ્રયોગની સાથે સાથે જો કોઈ વાહન ચાલક ગ્રીન કોરિડોરમાં પોતાનું વાહન ઉભું રાખશે તો તેને દંડ ફટકારવામાં આવશે. કારણ કે ગ્રીન કોરિડોરમાં વાહન ઉભું રાખવાથી ડાબી બાજુ જનારા લોકો પણ અટવાય જતા હોય છે.

    MORE
    GALLERIES

  • 45

    અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગઃ આ વાત જાણી લો નહીંતર થશે દંડ

    શનિવારે શાહીબાગ ખાતે આ અંગે લોકોમાં જાગૃતિ આવે એ માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકના જવાનો હાથમાં પ્લેકાર્ડ રાખીને લોકોને સમજાવી રહ્યા હતા કે ડાબી બાજુની સાઇડ ટ્રાફિક મુક્ત રાખવી, જેનાથી પોઈન્ટ બંધ હોય તો પણ ડાબે જનારા લોકોને મુશ્કેલી ન પડે.

    MORE
    GALLERIES

  • 55

    અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગઃ આ વાત જાણી લો નહીંતર થશે દંડ

    નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ શહેર ટ્રાફિક પોલીસે અને અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્ત રીતે શહેરના દબાણમુક્ત અને ટ્રાફિકમુક્ત કરવાની વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES