થોડા સમય પહેલા જ મુલાકાતીઓનાં ધસારાને જોતા વિશ્વની સૌથી ઊંચી મૂર્તિને જોવાનાં સમયમાં બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. 5મી ફેબ્રુઆરી,2019ના રોજથી બે કલાકનો વધારો કરાયો છે. સમયમાં કરાયેલા ફેરફાર મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત માટેનો સમય હવે સવારના 8.00થી સાંજના 6.00વાગ્યા સુધી રાખવાનો ચીફ એડમિનીસ્ટ્રેટરશ્રી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડીયા કોલોની તરફથી નિર્ણય લેવાયો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે https://www.statueofunity.in/ અથવા https://www.soutickets.in/ પર ઓનલાઇન બૂકિંગ કરાવી શકશો. ટિકિટની કિંમતની વાત કરીએ તો એન્ટ્રી ફી 120 રૂપિયા રાખવામાં આવી છે. 3થી 15 વર્ષના બાળકો માટે ટિકિટ 60 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય ઓબ્જર્વેશન ડેક વ્યૂથી શાનદાર નજારાનો આનંદ લેવો હોય તો તેના માટે 350 રૂપિયા ચૂકવવા પડશે