અમદાવાદમાં ટ્રાફિક પોલીસ બાદ હવે આરટીઓ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આરટીઓની વિવિધ ટીમ દ્વારા અમદાવાદની શાળાઓની બહાર જ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. સ્કૂલ બસ, સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાની તપાસ કરવામાં આવી રહી છે. આરટીઓ અધિકારીઓ દ્વારા આવા વાહનોની ફિટનેશ તપાસવામાં આવી રહી છે. આમ ફિટનેશ ન હોય તેવા વાહનોને દંડ ફટકારી અને ડિટએઇન પણ કરી શકાય છે. (વિભુ પટેલ, અમદાવાદ)
સુત્રોના જણાવ્યા પ્રમાણે વહેલી સવારથી જ આરટીઓની આ ચોથી ડ્રાઇવ ચાલી રહી છે. આરટીઓ ઇન્સ્પેક્ટરના જણાવ્યા પ્રમાણે "આજના દિવસે ચાર સ્કૂલ સામે જ આરટીઓ ડ્રાઇવ ચલાવવામાં આવી છે. જેમાં સ્કૂલ વાહનોના વીમો, ફિટનેશ ઉપરાંત વધારે ક્ષમતા કરતા વધારે બાળકોની હેરાફેરી કરતા વાહનો ઉપર ચેકિંગ હાથધરવામાં આવ્યું છે. વહેલી સવારથી અત્યાર સુધી આનંદ નિકેતનની 20 બસ તેમજ ખાનગી 10 વાહનો મળીને 40 જેટલા વાહનોનું ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. "