અમદાવાદ: રાજ્યમાં સોમવારે સવારે ધંધુકા-બગોદરા રોડ પર એક ગોઝારો અકસ્માત (Road accident) બન્યો છે. આ અકસ્માતમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કાર (Eeco car accident)ના આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા 108ના સ્ટાફે કારમાં ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. રોડ પર ઊભી રહેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત (Dhandhuka-Bagodara Eeco car truck accident)સર્જાયો હતો. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને જ કંપારી છૂટ જાય તેવા છે. વહેલી સવારે ચાર વાગ્યે આ અકસ્માત બન્યો હતો.