અમદાવાદ: ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (Economic Intelligence Unit)એ દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી (World’s Most Expensive Cities) જાહેર કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ લિસ્ટમાં ઇઝરાયલના તેલ અવીવ (Israel Tel Aviv) દુનિયાનું સૌથી મોંઘુ શહેર છે. જ્યારે આ યાદીમાં અમદાવાદ (Ahmedabad) વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા ‘વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021’ (Worldwide cost of living survey) રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. (અમદાવાદ)
આ યાદીમાં અમદાવાદ સિવાય ભારતના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. WCOL ઇન્ડેક્સમાં અમદાવાદને 37 પોઇન્ટ મળ્યા છે અને તેને 167મું રેન્ક મળતાં તે વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનના કરાચી શહેરને 36 પોઇન્ટ મળતાં તે 168મા રેન્ક પર આવ્યું છે. આમ સૌથી સસ્તા શહેરમાં કરાચીએ અમદાવાદને પાછળ કરી દીધુ છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર 12 પોઇન્ટ મળ્યા છે. ઇઝરાયેલનું તેલ અવીવ શહેર 106 પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર થયું છે. (અમદાવાદ)
તેલ અવીવ તેના રાષ્ટ્રીય ચલણ તેમજ પરિવહન અને કરિયાણાના ભાવમાં વધારાને કારણે રેન્કિંગમાં આંશિક રીતે ઉપર આવ્યું છે. આ યાદીમાં પેરિસ અને સિંગાપોર સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ત્યારપછી ઝ્યુરિક અને હોંગકોંગ આવ્યા. ન્યુયોર્ક છઠ્ઠા સ્થાને છે. સ્વિત્ઝરલેન્ડનું જીનીવા સાતમા સ્થાને પહોંચી ગયું છે. (અમદાવાદ રિવરફ્રન્ટ)